IPC 302 in Gujarati, (ખૂનની વ્યાખ્યા – ખૂન માટેની શિક્ષા) IPC Section 302 Punishment in Gujarati, Murder Section 302 in Gujarati,

કલમ – 300, ખૂનની વ્યાખ્યા Section – 300, Definition of Murder 

ગુનાહિત મનુષ્યવધ એ ખૂન છે. જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી કર્યું હોય, (આપવાદો સિવાય)

અથવા શારીરિક હાનિ પહોંચી હોય તે વ્યક્તિનું જેનાથી મૃત્યુ નિપજાવાનો સંભવ હોવાનું ગુનેગાર જાણતો હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઇરાદાથી કર્યું હોય

અથવા કોઈ વ્યક્તિને શારીરિક હાનિ પહોંચાડવાના ઇરાદાથી કર્યું હોય અને કરવા ધારેલી હાનિ કુદરતી રીતે મૃત્યુ નીપજવવા માટે પૂરતી હોય

અથવા કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે તે એવું તાત્કાલિક ભયજનક છે કે તેનાથી મૃત્યુ નિપજાવાનો

અથવા મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચવાનો પૂરો સંભવ છે અને મૃત્યુ નીપજાવવાનું અથવા ઉપર્યુક્ત હાનિ પહોંચાડવાનું જોખમ ખેડવાના કોઈ કારણ વગર તે કૃત્ય કર્યું હોય.

For Example :

  1. “ભૂરા” ને મારી નાખવાના ઇરાદાથી “લાલો” તેના ઉપર ગોળી છોડે છે. પરિણામે “ભૂરો” મૃત્યુ પામે છે. “લાલો” ખૂન કરે છે.
  2. લાલો તલવાર લઈને ભૂરા ઉપર હુમલો કરવા જાય છે અને લાલો તલવાર લાગવાથી ભૂરાનું મૃત્યુ થઈ શકે એ જાણવા છતાં હુમલો કરે જેથી લાલાએ ખૂન માટે દોષિત છે.

Right To Information Application Format

કલમ – 302, ખૂન માટેની શિક્ષા, Section – 302, Punishment for Murder

જે કોઈ વ્યક્તિ ખૂન કરે તેને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

મોત, અથવા જન્મટીપ અને દંડ, પોલીસ અધિકારનો, બિન જામીન પાત્ર, ટ્રાઇલ ચલાવવાની સતા સેશન્સ કોર્ટને છે, અને આ કલમ બિન સમાધાન લાયક છે. આ કલમમાં સમાધાન થઈ શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page