Satakhat in Gujarati (સાટાખત), Satakhat Format in Gujarati, Satakhat Format in Gujarati PDF Download


                          -:: કબજા વગરનું સાટાખત ::-

વિક્રમ સવંત 2077 ના પોષ વદ 3 ને વાર : બુધવાર તારીખ : _____, માહે : ___________ સને _______ ના અંગ્રેજી દિને..

આ સાટાખત લખાવી લેનાર યાને ખરીદનાર :- તમો પહેલા પક્ષના

1.    ખરીદનારનું નામ  

ઉ. આ. વ.      , ધંધો.         ,

રહેવાસી :

આ સાટાખત લખી આપનાર યાને વેચનાર :- તમો બીજા પક્ષના

1.    વેચનારનું નામ

ઉ. આ. વ.      , ધંધો.         ,

રહેવાસી :

(આ સાટાખતમાં ખરીદનારને તમો પહેલા પક્ષના તથા વેચાણ આપનારને હમો બીજા પક્ષના એ સંજ્ઞાથી સંબોધવામાં આવેલ છે. એ સંજ્ઞાઑના સંપૂર્ણ અર્થમાં અન્યથા વિરોધાભાસ ન હોય ત્યાં આ સાટાખતમાં પક્ષકારો જાતે પોતે તથા પોતાના વંશ, વાલી, વારસો, અધિકૃત પ્રતિનિધિઓ, ટ્રાન્સફરીઓ, એસાઈનીઓ, ઉતરાધિકારી વિગેરે તમામનો સમાવેશ થઈ જાય છે)  

જત આજરોજ આ સાટાખતથી હમો બીજા પક્ષના આથી તમો પહેલા પક્ષનાને લખી આપીએ છીએ કે…

_____ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટના મોજે ગામ  _________ ના રે. સ. નં. __________, બ્લોક નં _________ વાળી જમીન પૈકીમાં આવેલ કુલ ક્ષેત્રફળ _________ સમ ચો. મી. યાને _____________ સમ ચો. મી. તથા તે પૈકીમાં આયોજન કરવામાં આવેલ “ _________________ “ પાડવામાં આવેલા પ્લોટો પૈકીમાં આવેલ પ્લોટ નં _______ છે. જેનું સુમારે ક્ષેત્રફળ _________ વાર યાને ________ ચો. મી. છે. જેને લાગતાં વળગતા તમામ હક્કો સહિત કુલ્લે દરોબસ્ત વાળી મિલકતને આ સાટાખતના લેખમાં સદરહુ મિલકતથી સંબોધવામાં આવેલ છે.

સદરહુ મિલકત આ સાટાખતના હમો બીજા પક્ષનાની સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટા અને વહીવટ વપરાશની હોવાથી તેમજ હમો બીજા પક્ષના સિવાય અન્ય કોઈનો કોઈપણ જાતનો હક્ક, હિત, લાગભાગ કે અધિકાર ન હોવાથી તમોને પાકી ખાત્રી, વિશ્વાસ અને ભરોસો આપવાથી સદરહુ મિલકત તમો પહેલા પક્ષનાએ હમો બીજા પક્ષના પાસેથી તારીખ _____________ ના રોજ વેચાણ રાખેલ છે. જે અંગેનું કાયદેસરનું લખાણ યાને સાટાખત આજરોજ નીચે જણાવેલ શરતોથી કરી આપવામાં આવેલ છે..

-:: શરતો ::-

1.     _____ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટના મોજે ગામ  _________ ના રે. સ. નં. __________, બ્લોક નં _________ વાળી જમીન પૈકીમાં આવેલ કુલ ક્ષેત્રફળ _________ સમ ચો. મી. યાને _____________ સમ ચો. મી. તથા તે પૈકીમાં આયોજન કરવામાં આવેલ “ _________________ “ પાડવામાં આવેલા પ્લોટો પૈકીમાં આવેલ પ્લોટ નં _______ છે. જેનું સુમારે ક્ષેત્રફળ _________ વાર યાને ________ ચો. મી. છે. આ સાટાખતમાં હાલમાં ધ્યાનમાં લેવામાં આવેલ છે. આપણે પક્ષકારો વચ્ચે સદરહુ મિલકતનો વેચાણ અવેજ રૂ. __________________/- અંકે રૂપિયા _____ લાખ ________ હજાર પૂરા નક્કી કરવામાં આવેલ છે. જે બાબતે આપણે પક્ષકારો વચ્ચે કોઈ પણ તર-તકરાર રહેલ નથી. અને એવી તકરાર ભવિષ્યમાં કરવામાં આવે તે આથી રદબાતલ થાય સહી.

2.     આપણે પક્ષકારો વચ્ચે નક્કી થયેલ કુલ વેચાણ અવેજ પૈકી તારીખ ___________ ના રોજ રૂ. _____________/- અંકે રૂપિયા _________ હજાર પૂરા અને જ્યારે બાકી અવેજની રકમ તમો પહેલા પક્ષનાએ હમો બીજા પક્ષનાને સદરહુ મિલકતના રજી. દસ્તાવેજ વખતે ચૂકવી આપવાની છે.

3.     સદરહુ મિલકત ઉપર કે તેમના લાગુ હકક ઉપર કોઈના કોઈપણ જાતના ઈજમેન્ટ રાઇટ્સ ન હતા. તથા સદરહુ મિલકત ઉપર બઁકનો જે કોઈ બોજો હોય તે હમો બીજા પક્ષનાએ દૂર કરી કરજ ભરપાઈ કરી મિલકત ચોખ્ખા ટાઇટલ વાળી કરી આપવાની રહેશે. સદરહુ મિલકત તદન ન કરજી, ન બોજી અને બિન જોખમી હોય. તેમજ તમો પહેલા પક્ષનાને આ સાટાખતનું લખાણ આપતા પહેલા અન્ય કોઈ વ્યક્તિને વેચાણ વિગેરેથી આપેલ નથી. તેમજ એવી હરકોઈ હરકતો હમો વેચનારે હમારા ખર્ચે અને જોખમે તાત્કાલિક દૂર કરી-કરાવી આપવાની રહેશે સહી.

4.     સદરહુ મિલકત અંગેના આજદિન સુધીના સરકારી અર્ધસરકારી તમામ પ્રકારના વેરા-ટેક્ષ વિગેરે હમો બીજા પક્ષનાએ ભરવાના છે. તથા હવે પછીના તેવા તમામ વેરા-ટેક્ષ ભરવાની જવાબદારી તમો પહેલા પક્ષનાની રહેશે.

5.     ઉપર મુજબની તમામ શરતોનો અમલ કરીને સદરહુ મિલકતનો વેચાણ દસ્તાવેજો તમો ખરીદનારના ખર્ચે હમો વેચનારે રજી. કરી આપવાનો છે. તેમજ આ સાટાખતની મુદત આ સાટાખતના દિનથી 6 (છ) માસ સુધીની રાખવામાં આવેલ છે તેમ છતાં બંને પક્ષનાની સમજૂતીથી આ મુદતમાં વધારો કરી શકાશે સહી.

6.     ઉપર જણાવેલ આ સાટાખતની તમામ શરતોનું આપણે પક્ષકારોએ પ્રમાણિકતાથી પાલન કરવાનું છે. તથા કોઈપણ પક્ષકારે શરતોનો ભંગ કરવાનો નથી તેમ છતાં કોઈ પક્ષકાર આ શરતોનો ભંગ કરે તો તેમની સામે અન્ય પક્ષકાર આ સાટાખતનો વિશેષ અમલ કરાવવા હક્કદાર થશે અને તે અંગેના ખર્ચ અને પરિણામની જવાબદારી તેમની રહેશે. (નોંધ :સાટાખતમાં યોગ્ય સુધારાઓ કરવા જરૂરી છે તમારી મિલકતની વિગત અને બને પક્ષકારો નક્કી કરે તે શરતો મુજબ ફેરફાર કરવાના રહેશે)  

શિડ્યુલ

વેચાણ આપેલ મિલકતની વિગત

_____ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટના મોજે ગામ  _________ ના રે. સ. નં. __________, બ્લોક નં _________ વાળી જમીન પૈકીમાં આવેલ કુલ ક્ષેત્રફળ _________ સમ ચો. મી. યાને _____________ સમ ચો. મી. તથા તે પૈકીમાં આયોજન કરવામાં આવેલ “ _________________ “ પાડવામાં આવેલા પ્લોટો પૈકીમાં આવેલ પ્લોટ નં _______ છે. જેનું સુમારે ક્ષેત્રફળ _________ વાર યાને ________ ચો. મી. છે. જેને લાગતાં વળગતા તમામ હક્કો સહિત કુલ્લે દરોબસ્ત જેની ચતુરસીમા નીચે મુજબ છે.

     પૂર્વ              :-

     પશ્ચિમ              :-

      ઉતર              :-

    દક્ષિણ           :-

એણી વિગતનો આ કબજા વગરના સાટાખતનો કરાર અમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષનાને અમારી સંપૂર્ણ રાજીખુશીથી અક્કલ હોશિયારીમાં કોઈના કોઈપણ જાતના દાબ દબાણ વગર તન મનની સંપૂર્ણ સાવધ અવસ્થામાં વાંચી, વંચાવી સમજી સાંભળીને સભાન સ્થિતિએ કરી આપેલ છે. જે હમોને તેમજ હમારા વંશ વાલી વારસો વિગેરેને કબૂલ મંજૂર અને બંધન કર્તા છે. અને થાય સહી.

અત્રે ——————————-મતું.  તત્રે ——————————-શાખ.

 આ સાટાખત લખાવી લેનાર યાને ખરીદનાર :- તમો પહેલા પક્ષના

                                  ————————————    ——————-

                                                ખરીદનારનું નામ                         સાક્ષીની સહી

આ સાટાખત લખી આપનાર યાને વેચનાર :- તમો બીજા પક્ષના

                                  ————————————    ——————-

                                                વેચનારનું નામ                            સાક્ષીની સહી

 Satakhat Format in Gujarati pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page