મે. ના
એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એ.સી.જે.એમ. સાહેબશ્રીની કોર્ટમાં
ખાનગી
ફોજ. કેસ. નં.
ફરિયાદી :
વિરુદ્ધ
આરોપી :
બાબત : The N.I. Act 138 (Amendment) 2018 તા.02/08/2018 કલમ – 143(એ) અન્વયે ચેકની
રકમના 20% સુધીનું વચગાળાનું વળતર આરોપી પાસેથી ફરિયાદીને અપાવવા બાબત અરજી.
સદર કામમાં હમો ફરિયાદીની માનસર નમ્ર અરજ
કરવાની કે,
સદર કામમાં હમો ફરિયાદી છીએ, અમો ફરિયાદીએ આરોપી વિરુદ્ધ The N.I. Act 138 અન્વયે ફરિયાદ
કરેલ છે અને આરોપીને પ્રોસેસની બજવણી થતાં નામદાર કોર્ટમાં આરોપી હાજર થયા છે.
સદર કામના આરોપીએ હમો ફરિયાદીને નાણાકીય
વ્યવહાર પેટેના ચેકો આપેલા છે. જે રિટર્ન આરોપીના ખાતામાથી થતાં આરોપીને કાયદા
મુજબની નોટિસ પાઠવેલ છે અને બજવણી થયેલ છે. તેમજ સમય મર્યાદામાં ફરિયાદીએ આરોપી
વિરુદ્ધ નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. સદર કેસના આરોપી નામદાર
કોર્ટમાં હાજર થયા બાદ હમો ફરિયાદીને કાયદા મુજબ કોઈ વળતર ચૂકવી આપેલ નથી.
The N.I. Act 138 (Amendment) 2018 તા.02/08/2018 કલમ – 143(એ) મુજબની કાયદાની જોગવાઈ અનુસાર ચેકની રકમના 20% સુધીનું
વચગાળાનું વળતર હમો ફરિયાદીને આરોપી સમય મર્યાદામાં ચૂકવી આપે તે માટે ન્યાયના
હિતમાં હુકમ કરવા મહેરબાની કરશોજી.
સ્થળ :
તારીખ : ફરિયાદીની
સહી.
3 Comments
Nice format
ReplyDeleteHelp full
ReplyDeletePlease this format in English therefore use in all student
ReplyDeletePlease do not enter any spam link in the comment box.